નૂડલ્સ / પાસ્તા

શેઝવાન નૂડલ્સ
સામગ્રી :
બાફેલા નૂડલ્સ-3 કપ, આદુંનું છીણ-2 ચમચી, લસણની પેસ્ટ-2 ચમચી, શેઝવાન સોસ-1 ચમચી, ટામેટાંનો સોસ-2 ચમચી, સોસા સોસ-1 ચમચી, ખાંડ-પા ચમચી, રેડ ચીલી સોસ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, મરચું-અડધી ચમચી, મિક્સ શાક-દોઢ કપ.



રીત :
સૌપ્રથમ બધા શાક જેવા કે, કોબીજ, ગાજર, ડુંગળી, ટમેટાં, મરચાંને બારીક સમારી લો. નોનસ્ટિક પેનમાં બે ચમચા તેલ ગરમ કરો. તેમાં આદું-લસણની પેસ્ટ સાંતળો. બાકીની બધી સામગ્રી તેમાં નાખીને અડધી મિનિટ સુધી હલાવો. તે પછી બધાં શાક નાખી ઢાંકીને રહેવા દો. છેલ્લે બાફેલા નૂડલ્સ નાખી મિક્સ કરો.

_____________________________________________________________________

શેઝવાન નૂડલ્સ :
સામગ્રી :
નૂડલ્સ-1 પેકેટ, તેલ-2 ચમચી, કોબીજ-અડધી, કેપ્સિકમ-2 નંગ, ગાજર-1 નંગ, ડુંગળી-1 નંગ, લસણ-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ, સિંધાલૂણ-સ્વાદ મુજબ.



રીત :
એક મોટી તપેલીમાં  આઠ-નવ ગ્લાસ પાણી ઉકળવા મૂકો.તે ઉકળવા લાગે એટલે નૂડલ્સ નાખો અને બે મિનિટ સુધી બાફો. વધારે બાફવાથી નૂડલ્સ એકબીજા સાથે ચોંટવા લાગશે. તેનું પાણી નિતારી લઈ  ઉપર ઠંડું પાણી રેડો જેથી તે ચોંટે નહીં, પછી તેને પહોળા કરી તેના પર બે ચમચી તેલ રેડો. હવે કોબીજ, કેપ્સિકમ અને ગાજરને લંબાઈમાં બારીક સમારો. કડાઇમાં તેલ ગરમ કરો. તેમાં સમારેલી ડુંગળી અને લસણને આછા બ્રાઉન રંગના સાંતળો. સમારેલું ગાજર નાખો અને તેજ આંચ કરી અડધી મિનિટ સાંતળો. તે પછી સમારેલી કોબીજ અને લીલી ડુંગળી નાખો અને સહેજ હલાવો. કેપ્સિકમ નાખીને સાંતળો. બધા શાક ક્રિસ્પી રહેવા જોઇએ. આમાં બે ચમચી તૈયાર શેઝવાન ચટણી અને મીઠું ભેળવો. આંચ ધીમીકરી તેમાં બાફેલા નૂડલ્સ નાખો. પછી થોડું સિંધાલૂણ ભભરાવી મિક્સ કરો. સમારેલી લીલી ડુંગળીથી સજાવી સર્વ કરો.
નોંધ : આને વધારે પૌષ્ટિક બનાવવા માટે પનીરના ટુકડા મિક્સ કરી શકો. આમાં શાક જેટલા વધારે હશે એ સ્વાસ્થ્ય માટે એટલા જ સારું રહેશે. ઇન્સ્ટન્ટ નૂડલ્સનો ઉપયોગ ન કરો.

_____________________________________________________________________

રોટી નૂડલ્સ :
સામગ્રી :
રોટલી-3-4, કેપ્સિકર-1 નંગ, ડુંગળી-1 નંગ, સમારેલી કોબીજ-1 વાટકી, લસણ-3-4 કળી, સમારેલાં ગાજર-2 નંગ, લીલાં મરચાં-2 નંગ, મરચું-1 ચમચી, હળદર-પા ચમચી, ધાણા પાઉડર-1 ચમચી, મરીનો ભૂકો-1ચમચી, ટમેટાંનો સોસ-2 ચમચા, સોયાસોસ-1 ચમચો, ચિલીસોસ-1 ચમચો, લીંબુનો રસ-1 ચમચો, ઝીણી સેવ-જરૂર પૂરતી, તેલ-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
રોટલીને એક ઉપર એક મૂકી રોલ વાળો. તે પછી ચપ્પુથી રોલને બારીક સમારી લો. પેનમાં તેલ ગરમ કરી તેમાં બારીક સમારેલું લસણ અને ડુંગળ નાખો. તેને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી તેમાં કેપ્સિકમ, સમારેલી કોબીજ, સમારેલાં ગાજર, ટમેટાંનો સોસ, સોયા સોસ, ચિલીસોસ અને લીંબુનો રસ નાખી સારી રીતે મિક્સ કરો. તે પછી હળદર, મરચું, મરીનો ભૂકો અને મીઠું નાખી 2-3 મિનિટ સીઝવા દઇ બારીક સમારેલી રોટલી ઉમેરો. બરાબર મિક્સ કરો. સર્વિંગ પ્લેટમાં કોથમીર અને ઝીણી સેવ નાખી ગરમ ગરમ સર્વ કરો.

*************************************************************************

બ્રોકોલી એન્ડ પાસ્તા બેઇકડ ડિશ :
સામગ્રી :
બ્રોકોલી-નાની, બાફેલા પાસ્તા-1 વાડકી, બટાકા-3 નંગ, બારીક સમારેલા કાંદા-1 નંગ, તજ-2 ટુકડા, વ્હાઇટ સોસ-2 વાટકી, મરી પાઉડર-અડધી ચમચી, બારીક સમારેલા મરચાં-1 નંગ, બટર-1 ચમચી, છીણેલું ચીઝ-1 ચમચી, ટમાટે કેચપ-1 ચમચી, તેલ-તળવા માટે, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
બટાકાને છોલી સામાન્ય જાડી સ્લાઇસ કાપવી. તેલ ગરમ મૂકી સ્લાઇસ તળવી. બરાબર નિતારી મીઠું, મરી ભભરાવવા, બ્રોકોલીના નાના ફૂલ કાપી થોડું પાણી નાખી અધકચરી ચડાવવી, થોડું બટર ગરમ મૂકી કાંદા તથા તજનો ભૂકો સાંતળવા, નીચે ઉતારી પોણા ભાગનો વ્હાઇટ સોસ, બ્રોકોલી, પાસ્તા ઉમેરવા. મીઠું મરી, લીલાં મરચાં તથા થોડું ચીઝ ભેળવવા, બેકિંગ ડિશમાં બટર લગાવી બટાકાની તળેલી સ્લાઇસ પાથરવી ઉપર બાકીનો વ્હાઇટ સોસ પાથરવો. તેના ઉપર બ્રોકોલી-પાસ્તાનું મિશ્રણ પાથરવું. બાકીનું ચીઝ ભભરાવવું. ટામેટો કેચપ છૂટો છૂટો મૂકી વાનગીને ગરમ ઓવનમાં બેક કરવી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો