કોફતા / કબાબ / કરી

મલાઈ કોફતા :
સામગ્રી :
કોફતા માટે :
માવાનો ભૂકો-50 ગ્રામ, પનીરનું છીણ-50 ગ્રામ, બાફેલા બટાકાં-4 નંગ, બારીક સમારેલાં લીલાં મરચાં-4 નંગ, આદુંની પેસ્ટ-અડધી ચમચી, બારીક સમારેલી કોથમીર-અડધી ચમચી, મકાઈનો લોટ-5 ચમચા, જીરું-અડધી ચમચી, કાજુના ટુકડા-દોઢ ચમચો, કિશમિશ-એક ચમચો, મીઠું-સ્વાદ મુજબ.
ગ્રેવી માટે:
માવા અને પનીરનો ભૂકો-75 ગ્રામ, ક્રીમ/મલાઈ-પા કપ, દૂધ-પોણો કપ, કાજુ-4 ચમચા, સફેદ મરચું-3 ચમચી, હળદર-અડધી ચમચી, આદું-લસણની પેસ્ટ-2 ચમચી, તજ-નાનો ટુકડો, એલચી-6 નંગ, જાયફળનો પાઉડર-પા ચમચી, લવિંગ-6 નંગ, કસૂરી મેથી-અડધો ચમચો, મીઠું-સ્વાદ મુજબ




રીત :
કાજુ અને કિશમિશ સિવાયની કોફતાની તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરો. આ તૈયાર મિશ્રણમાંથી ગોળા વોળો. એક ગોળામાં વચ્ચે કાજુ અને કિશમિશ મૂકી તેને ફરી ગોળો વાળી લો. આ રીતે બધા કોફતા તૈયાર કરો. કડાઈમાં તેલ ગરમ કરી કોફતાને બદામીરંગના તળી લો. કરી માટેની સામગ્રીમાંથી મસાલા સિવાયની તમામ સામગ્રીને મિક્સ કરો. કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બધો મસાલો સાંતળો. ઠંડો થાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરો. કડાઈમાં ત્રણ ચમચા તેલ ગરમ કરી તેમાં મસાલો સાંતળી લો. તેમાં ત્રણ કપ પાણી રેડી ધીમી આંચે ખદખદવા દો. પંદર મિનિટ બાદ આંચ પરથી ઉતારી લો. સર્વ કરતી વખતે પહેલા બાઉલમાં કોફતા મૂકી તેના પર ગરમ કરી રેડો. પનીર અને કોથમીરથી સજાવો.
_____________________________________________________________________

મલાઈ કોફતા :
સામગ્રી :
કોફતા માટે : બાફેલા પટાકા-4 નંગ, મંદો-1 ચમચો, ઘી-જરૂર મુજબ, લીલાં મરચાં-1 નંગ, આદું-નાનો ટુકડો, મલાઈ-4 ચમચા, કાજુ-કિશમિશ-5-6 નંગ.
ગ્રેવી માટે : ઘી-1 ચમચો, જીરું-1 ચમચી, આદું-લસણની પેસ્ટ-1 ચમચી, બારીક સમારેલાં લીલાં મરાચં-2 નંગ, સમારેલી ડુંગળી-4 નંગ, ટમેટાંની પ્યોરિ-1 નંગ, હળદર-1 ચમચી, મરચું-1 ચમચી, દહીં-1 વાટકી, મલાઇ-1 વાટકી, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
કોફતાની સામગ્રી મિક્સ કરી કોફતા વાળી લો. તેમાંથી મનગમતો આકાર આપી કોફતા બનાવો અને પછી એક કડાઈમા તેલ ગરમ કરી તેમાં તળી લો.
બીજી કડાઈમાં થોડું ઘી લઈ ગરમ કરો. તેમાં જીરાનો વઘાર કરીને આદું-લસણની પેસ્ટ સાંતળો. તેમાં લીલાં મરચાં નાખો. થોડી વાર પછી ટમેટાંની પ્યોરિ, હળદર, ઘાણાનો પાઉડર, મરચું, ગરમ મસાલો અને મીઠું નાખો. આંચ ઘીમી કરી પાંચ મિનિટ રહેવા દો. તેમાં દહીં અને લાઈ નાખી સારીરીતે મિક્સ કરો. મસાઈ અને દહીં મિક્સકરતી વખતે ગ્રેવી ફાટી ન જાય તેનું ધ્યાન રાખવું સર્વ કરતાં પહેલાં બાઉલમાં ગ્રેવી ભરી તેમાં કોફતા નાંખો.
_____________________________________________________________________

માવાના કોફતા :
સામગ્રી :
તાજો માવો-100 ગ્રામ, મેંદો-6 ચમચા, બેકિંગ પાઉડર-ચપટી, ઘી-જરૂર પ્રમાણે
ગ્રેવી માટે : રાઇ અને જીરું-1-1 ચમચી, બારીક સમારેલું આદું-જરૂર પ્રમાણે, ખસખસની પેસ્ટ-2ચમચી, કોપરાનું છીણ-50 ગ્રામ, કોથમીર-1 ચમચી, મરચું-અડધી ચમચી, ગરમ મસાલો-જરૂર પ્રમાણે, મરીનો પાઉડર-પા ચમચી, ઘી-જરૂર પ્રમાણે, મીઠું-સ્વાદ મુજબ, કોથમીર-સજાવટ માટે




રીત :
તાજા માવાને હાથથી સારી રીતે મસળી તેમાં મેંદો અને બેકિંગ પાઉડર ભેળવીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણમાંથી કોફતા બનાવી ઘીમાં તળી લો. હવે ગ્રેવી બનાવવા માટે ઘી ગરમ કરી તેમાં જીરું અને આદું નાખો. તે પછી તેમાં કોપરાનું છીણ અને ખસખસની પેસ્ટ ભેળવો. ગરમ મસાલો, મરીનો પાઉડર, મરચું અને મીઠું પણ નાખો. મસાલામાંથી તેલ છૂટું પડે એટલે તેમાં જરૂર પૂરતું પાણી રેડી પાંચ-સાત મિનિટ સુધી ઉકળવા દો. તે પછી આંચ પરથી ઉતારી લઈ તેમાં કોફતા નાખી ગરમાગરમ ખાવ.
_____________________________________________________________________

પોટેટો કોકોનટના ફરાળી કોફતા :
સામગ્રી :
બટાકા-4-5 નંગ, તાજું પનીર-100 ગ્રામ, નાળિયેરનું છીણ-100 ગ્રામ, દૂધ-100 ગ્રામ, શિંગોડાનો લોટ-50 ગ્રામ, રાજગરાનો લોટ-50 ગ્રામ, જીરું-1 ચમચી, ટમેટાં-4-5 નંગ, ખાંડ-2-3 ચમચા, સિંધાલૂણ-સ્વાદ મુજબ, મરચું-સ્વાદ મુજબ, કોથમરી-લીલાં મરચાં-જરૂર પ્રમાણે.


રીત :
બટાકા બાફી લો. કોફતા બનાવવા માટે બટાકાનો છુંદો કરો. તેમાં પનીરને છીણીને મિક્સ કરો. આ મિશ્રણમાં શિંગોડાનો લોટ, લીલાં મરચાં, કોથમીર, સિંધાલૂણ અને મરચું ભેળવી કોફતા માટેના ગોળા વાળો. આ ગોળાને રાજગરાના લોટમાં રગદોળી તળી લો. ટમેટાંની પ્યોરિ તૈયાર કરો. હવે એક કડાઈમાં 3-4 ચમચા તેલ ગરમ કરી તેમાં જીરું નાખી ટમેટાની પ્યોરી રેડી સાંતળો. તેમાં સિંધાલૂણ અને ખાંડ ભેળવો. નાળિયેરનું છીણ અને દૂધ ઉમેરી ઉકળવા દો. ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે તેમાં કોફતા નાખી હળવેથી હલાવીને પછી ફરાળી કોફતા રાજરાની પૂરી સાથે ખાવ.
_____________________________________________________________________

સપ્તરંગી કોફતા :
સામગ્રી :
કોફતા માટે : પનીરનું છીણ-1 કપ, મેંદો અને ચણાનો લોટ-1 ચમચો, પ્રેડ-2 સ્લાઇસ, મીઠું-સ્વાદ મુજબ, મરચું-જરૂર મુજબ, તેલ-તળવા માટે, ડુંગળી-1 નંગ, કેપ્સિકમ-1 નંગ, ગાજર અને કોબીજનું છીણ-અડધો કપ, તેલ-1 ચમચી, મરીનો પાઉડર-સ્વાદ મુજબ.
ગ્રેવી માટે : સમારેલી ડુંગળી-1 નંગ, આદું-મરચાં-લસણની પેસ્ટ-1 ચમચો, કોથમીરની પેસ્ટ-અડધો ચમચો, કાજુ-ખસખસની પેસ્ટ-1 ચમચો, ટમેટાંની પ્યોરિ-1 ચમચો, મલાઈ-1 ચમચો, ધાણાજીરાંનો પાઉડર-1 ચમચી, ગમર મસાલો-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ, મરચું-જરૂર મુજબ.



રીત :
ડુંગળીને બારીક સમારી લો. કેપ્સિકમની લાંબી પાતળી ચીરીઓ કરો. કડાઈમાં તેલ ગરમ કરી. તેમાં ડુંગળી, કેપ્સિકમ, ગાજર,કોબીજ, મીઠું અને મરીનો પાઉડર નાખી બે મિનિટ સાંતળીને આંચ બંધ કરી દો. પનીરનું છીણ, મેંદો, ચણાનો લોટ, બ્રેડની સ્લાઇસ, મીઠું, મરચું અને તૈયાર શાકને મિક્સ કરો. આ મિશ્રણને પાંચ એકસરખા ભાગ કરો અને બધાંના કોફતા બનાવી તળી લો.
બીજી કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરાંનો વઘાર કરો. તે પછી ડુંગળી સાંતળો. તેમાં લીલાં મરચાં-આદું-લસણની પેસ્ટ અને કોથમીરની પેસ્ટ ભેળવો. થોડી વાર પછી કાજુ-ખસખસની પેસ્ટ નાખી મિક્સ કરો. ત્રણેક મિનિટ પછી ટમેટાંની પ્યોરિ, ધાણાજીરું અને મરચું નાખો. જ્યારો મિશ્રણ કડાઈમાં ચોંટતું બંધ થાય ત્યારે જરૂર પૂરતું પાણી રેડો. છેલ્લે મલાઈ અને ગરમ મસાલો ભેળવો. બે મિનિટ બાદ આંચ પરથી ઉતારી લો. સર્વ કરતી વખતે બાઉલમાં પહેલાં કરી ભરીને પછી તેમાં કોફતાના બે ભાગ કરીને નાખો અને પનીરના છીણથી સજાવટ કરો.
_____________________________________________________________________

કોળાના કોફતા :
સામગ્રી :
કોફતા માટે : કોળું- 250 ગ્રામ, મરી-1 ચમચી, મરચું-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, હળદર, ધાણા પાઉડર અને જીરું-1 ચમચી, ચણાનો લોટ-1 ચમચો, દહીં-1 ચમચી, બારીક સમારેલી કોથમીર-સજાવટ માટે, લીલાં મરચાં-સજાવટ માટે.


રીત :
કોળાને છોલીને છીણી નાખો. એક બાઉલમાં કોળાનું છીણ, ચણાનો લોટ, બારીક સમારેલા લીલાં મરચાં, મરી, મરચું અને મીઠું મિક્સ કરો. આ તૈયાર મિશ્રણમાંથી કોફતા કરી તળી લો. એક કડાઈમાં થોડું તેલ ગરમ કરો.તેમાં જીરાં અને મરચાંનો વઘાર કરી થોડું પાણી રેડો. પાણી ઉકળવા લાગે એટલે બધો મસાલો ભેળવો. ત્રણ મિનિટ ઉકળવા દીધા પછી તેમાં તૈયાર કોફતા નાખો. 7-8 મિનિટ પછી આંચ ઘીમી કરી તેમાં દહીં ઉમેરો 2-3 મિનિટ પછી આંચ પરથી ઉતારી લો.કોથમીરથી સજાવટ કરી કોફતા સર્વ કરો.
_____________________________________________________________________

ફણસના કોફતા :
સામગ્રી :
કોફતા માટે : ફણસ-500 ગ્રામ, ચણાનો શેકેલો લોટ-100 ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ, મરચું-1 ચમચી, હળદર-1 ચમચી, ગરમ મસાલો-જરૂર મુજબ, ધાણા પાઉડર-2 ચમચી, તેલ-તળવા માટે.
ગ્રેવી માટે : ડુંગળી-2 નંગ, લસણ-10 કળી, આદું-નાનો ટુકડો, ટમેટાં-5 નંગ, હળદર-1 ચમચી, ગરમ મસાલો-જરૂર મુજબ, જીરું-1 મચચી, ઘાણા-2 ચમચી, મરી-6 નંગ, લવિંગ-4 નંગ, બારીક સમારેલી કોથમીર-જરૂર મુજબ, મલાઈ/ક્રીમ-જરૂર મુજબ.


રીત :
ફણસને સમારી, બાફીને ક્રશ કરી લો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં, મરી, લવિંગ નાખો. તે સાથે ફણસનું મિશ્રણ, ગરમ મસાલો, મીઠું અને મરી ઉમેરી મિક્સ કરો. મિશ્રણને સારી રીતે તૈયાર કરીને આંચ પરથી ઉતારી લો. ઠંડું થાય એટલે તેમાંથી કોફતા તૈયાર કરી તળી લો.
ડુંગળી, આદું અને લસણને ક્રશ કરો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરું, મરી, લવિંગનો વઘાર કરી. ડુંગળી, આદું-લસણની પેસ્ટ નાખીને સાંતળો. ટમેટાંની પ્યોરિ બનાવો. થોડી વાર પછી ટમેટાંની પ્યોરિ, હળદર, ઘાણા, મરચું, ગરમ મસાલો, મીઠું મિક્સ કરો. જરૂર પૂરતું પાણી રેડી ગ્રેવી તૈયાર કરો. છેલ્લે કોફતા નાખી બે-ત્રણ મિનિટ ઘીમી આંચ પર રહેવા લઈ પછી બંધ કરી દો. બારીક સમારેલી કોથમીર અને ક્રીમ કે મલાઈથી સજાવી સર્વ કરો.
_____________________________________________________________________

શાહી બ્રેડ કોફતા કરી :
સામગ્રી:
ડુંગળી-2 નંગ, ટમેટાં-4 નંગ, આદું-લસણ-લીલાં મરચાંની પેસ્ટ-જરૂર મુજબ, મીઠું-સ્વાદ મુજબ, જીરું-1 ચમચી, ગરમ મસાલો-2 ચમચી, ધાણા પાઉડર-2 ચમચી, મરચું-2 ચમચી, કોર્નફ્લોર-1 ચમચો, પનીર-જરૂર મુજબ, પાણી નિતારેલું દહીં-4 ચમચા, બ્રેડ-6 સ્લાઇસ, કાજુના ટુકડા-જરૂર મુજબ, ક્રીમ-1 ચમચો, તેલ-જરૂર મુજબ.


રીત :
ડુંગળી છીણી લો. બ્રેડની સૂકાયેલી સ્લાઇસનો ભૂકો કરી બ્રેડક્રમ્બ્સ તૈયાર કરો. ટમેટાંને છોલી તેની પ્યોરી બનાવો. હવે બ્રેડક્રમ્બ્સમાં પનીરનો ભૂકો,કોર્નફ્લોર, થોડું મીઠું અને દહીં ભેળવી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણમાંથી કોફતા બનાવો અને તેલમાં બ્રાઉન રંગના તળી લો. હવે એક કડાઇમાં થોડું તેલ ગરમ કરો. તેમાં ડુંગળીની છીણ સાંતળો. પછી આદું-લસણ-મરચાંની પેસ્ટ નાખી, સાંતળી, વારાફરતી બધા મસાલા ભેળવો. ટમેટાંની પ્યોરી અને મીઠું ભેળવી તેલ છૂટું પડે એટલે થોડું પાણી રેડો, ઊભરો આવે એટલે આંચ પરથી ઉતારી લો. સર્વ કરવાની દસ મિનિટ પહેલાં ગ્રેવીમાં કોફતા નાંખો. છેલ્લે સમારેલી કોથમીર અને ક્રીમ નાખી સર્વ કરો.
_____________________________________________________________________

કેળાંના કોફતા :
સામગ્રી :
કોફતા માટે : કાચા કેળાં-3 નંગ, ચણાનો લોટ-2 ચમચા, પનીરનું છીણ-અડધી વાટકી, સમારેલાં લીલાં મરચાં-1 નંગ, સમારેલી કોથમીર-1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ, તેલ-તળવા માટે.
ગ્રેવી માટે : ટમેટાંની પ્યોરી-1 વાટકી, આદું-લીલાં મરચાંની પેસ્ટ-1 ચમચી, કાજુની પેસ્ટ-2 ચમચા, ક્રીમ-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ, મરચું-જરૂર પ્રમાણે, ધાણા પાઉડર-અડધી ચમચી, હળદર-અડધી ચમચી, જીરું-1 ચમચી, હિંગ-ચપટી.



રીત :
કોફતા બનાવવા માટે કેળાંના ટુકડા કરી તેને કૂકરમાં એક સીટી વાગે ત્યાં સુધી બાફી લો. ઠંડા થાય એટલે મસળીને છુંદોકરો. તેમાં કોફતાની બાકીની સામગ્રી ભેળવો. આ તૈયાર મિશ્રણમાંથી કોફતા તૈયાર કરી ગરમ તેલમાં તળી લો. ગ્રેવી બનાવવા માટે પેનમાં બે ચમચા તેલ ગરમ કરો. તેમાં હિંગ નાખી પછી ટમેટાં અને લીલાં મરચાંની પેસ્ટ નાખો. એકાદ મિનિટ પછી ગરમ મસાલા સિવાયનો બધો મસાલો ભેળવો. આમાંથી તેલ છુટું પડવા લાગે એટલે જરૂર પૂરતું પાણી રેડી ખદખદવા દો. ઊભરો આવે એટલે ગરમ મસાલો ઉમેરો. પછી કોફતા નાખી બે મિનિટ બાદ આંચ પરથી ઉતારી લો. કેળાંના કોફતા તૈયાર છે.

*************************************************************************

સોયાબીનના કબાબ :
સામગ્રી :
સોયાબીનની વડી-200 ગ્રામ, ચણાની બાફેલી દાળ-4 ચમચા, લસણની પેસ્ટ-1 ચમચો, મરચું-અડધો ચમચો, મીઠું-સ્વાદ મુજબ, જીરું પાઉડર-1 ચમચો, સમારેલી કોથમીર-1 ચમચો, ડુંગળીની પેસ્ટ-4 ચમચી, હળદર-પા ચમચી, પાણી-અડધો કપ, સમારેલાં લીલાં મરચાં-5-6 નંગ, આદું-લસણની પેસ્ટ-1 ચમચો, ગરમ મસાલો-અડધો ચમચો, બાફેલા બટાકાં-2 નંગ, ફુદીનો-8-10 પાન,
સ્ટફિંગ માટે : દાડમના દાણા-50 ગ્રામ, શેકેલો માવો-50 ગ્રામ, કિશમિશ-20 ગ્રામ.


રીત :
સોયાબીનની વડીને નવશેકા પાણીમાં અડધો કલાક પલાળી રાખી પછી પાણી નિતારી લો. કૂકરમાં વડી, ચણાની દાળ, લસણ અને આદુંને એક સાથે બાફો. આ તૈયાર મિશ્રણને ઠંડું થવા દો. તેમાં મરચું, કોથમીર, અને આદું નાખી ગ્રાઇન્ડ કરો. હવે બાકીની સામગ્રી પણ ભેળવો. આ મિશ્રણમાંથી એકસરખા સોળ ભાગ કરો. શેકેલો માવો, દાડમના દાણા અને કિશમિશને મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. હવે સોયાબીનના મિશ્રણને વણો. તેની વચ્ચે સ્ટફિંગ મૂકી કબાબનો આકાર આપો. એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આ કબાબ તળી લો અને લીલી ચટણી સાથે સર્વ કરો.

_____________________________________________________________________

દહીંના કબાબ :
સામગ્રી :
નિતારેલું દહીં-250 ગ્રામ, ચણાનો લોટ-6 ચમચા, મરચું-2 ચમચી, મરીનો ભૂકો-પા ચમચી, એલચીનો પાઉડર-પા ચમચી, તજનો ભૂકો-પા ચમચી, લવિંગનો ભૂકો-પા ચમચી, મેંદો-2 વાટકી, મીઠું-સ્વાદ મુજબ.
સ્ટફિંગ માટે : કાજુ-1 ચમચો, બદામ-1 ચમચો, પિસ્તાં-1 ચમચો, લીલાં મરચાં-1 નંગ, કોથમીર-1 મચી, આદું-1 ચમચી.



રીત :
સ્ટફિંગ માટેની તમામ સામગ્રીને બારીક સમારી લો. હવે એક બાઉલમાં નિતારેલું દહીં, ચણાનો લોટ, મરચું, એલચીનો પાઉડર, મરીનો ભૂકો, મીઠું સારી રીતે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો. સ્ટફિંગ માટેની સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરો. તેમાં કબાબ માટેનું મિશ્રણ એક ચમચી નાખી હલાવો. દહીંના મિશ્રણના ગોળા વાળી તેમાં ડ્રાયફ્રૂટ્સનું મિશ્રણ ભરી ટિક્કી જેવો આકાર આપી મેંદામાં રગદોળો. તે પછી લોઢી પર તેલ મૂકી કબાબને શેલો ફ્રાય કરી લો. બંને બાજુથી બ્રાઉન રંગના થવા દો.

_____________________________________________________________________

કાચાં કેળાંના કબાબ :
સામગ્રી :
કાચાં કેળાં-4 નંગ, આરારુટ-1 કપ, આદુંનું છીણ-1 નાનો ટુકડો, શેકેલા ધાણા-2 ચમચી, મરચું-અડધી ચમચી, એલચીનો ભૂકો-3 નંગ, લીંબુનો રસ-અડધી ચમચી, સમારેલી કોથમીર-1 ચમચો, ઘી-તળવા માટે, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
સૌથી પહેલાં કાચાં કેળાંને ગરમ પાણીમાં બાફી લો. તે પછી તેને છોલીને એક તરફ રાખો. હવે તેમાં આદું, એલચીનો ભૂકો નાખી મિક્સ કરીને મેશ કરી લો. તે પછી તેમાં પા કપ આરારુટ, ધાણા પાઉડર, મરચું, લીલાં મરચાં, કોથમીર, લીંબુનો રસ અને મીઠું નાખીને લોટ બાંધો. હવે આ મિશ્રણમાંથી મનગમતા આકારના કબાબ તૈયાર કરી તેને વધેલા આરારુટમાં રગદોળો. એક કડાઇમાં ઘી ગરમ કરો તેમાં કબાબ નાખી અને આછા બ્રાઉન રંગના તળી લો. કાચાં કેળાંના સ્વાદિષ્ટ કબાબ તૈયાર છે. આને સોસ કે ચટણી સાથે ખાવ.

*************************************************************************

ફલાવર મલાઇ કરી :
સામગ્રી :
ફ્લાવર-1 મધ્યમ કદનું, ડુંગળીની પેસ્ટ-2 ચમચી, આદું-લસણની પેસ્ટ-1 ચમચી, લીલાં મરચાંની પેસ્ટ-1  ચમચી, ટામેટાંની પ્યૂરી-2 ચમચી, ધાણા પાઉડર-1 ચમચી, હળદર-અડધી ચમચી, નાળિયેરનું દૂધ-1 કપ, જીરું-1 ચમચી, તેલ-2 ચમચા, ધાણા-2 ચમચા, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
ફ્લાવરના નાના ટુકડા કરો અને તેને મીઠું નાખેલા ગરમ પાણીમાં દસ મિનિટ પલાળી રાખો. તે પછી તેને નિતારીને અલગ રહેવા દો. હવે કડાઇમાં એક ચમચી તેલ નાખી તેમાં ફ્લાવને બ્રાઉન રંગનું ફ્રાય કરો. તે પછી તેને એક પ્લેટમાં અલગ કાઢી લો. હવે ફરી કડાઇમાં તેલ નાખી તેમાં જીરાનો વઘાર કરો. બે મિનિટ પછી તેમાં ડુંગળીની પેસ્ટ નાખીને આછા બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો. તે પછી આદું-લસણની પેસ્ટ, હળદર, લીલાં મરચાંની પેસ્ટ, જીરા ઉપડર, ધાણા પાઉડર નાખી પાંચ મિનિટ સુધી હલાવો. તેમાં ટામેટાંની પ્યૂરી ઉમેરી ત્રણ મિનિટ ચડવા દો. થોડી થોડી વારે હલાવતા રહો અને પછી આંચ પરથી ઉતારી લો. સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરો.
_____________________________________________________________________

મેથી-દહીં કરી :
સામગ્રી :
તુવેરની દાળ-અડધો કપ, ચણાની દાળ-અડધો કપ, મેથીની ભાજી-1 ઝુડી, દહીં-2 કપ, હળદર-ચપટી, હિંગ-અડધી ચમચી, ઘી-1 ચમચી, લીમડો-6-7 પાન, મીઠું-સ્વાદ મુજબ.
પેસ્ટ માટે : આદુંનું છીણ-અડધી ચમચી, સમારેલી કોથમીર-પા કપ, લીલાં મરચાં-3-4 નંગ,
વઘાર માટે : તેલ-1 ચમચી, આખા લાલ મરચાં-3-4 નંગ, રાઇ-અડધી ચમચી.



રીત :
તુવેર અને ચણાની દાળને કૂકરમાં બાફી લો. પેસ્ટની સામગ્રી મિક્સ કરી પાણી ભેળવી પેસ્ટ બનાવો. પેસ્ટને બાફેલી દાળમાં ભેળવીને થોડી વાર માટે અલગ રહેવા દો. કડાઇમાં તેલ ગરમ કરી રાઇનો વઘાર કરો. તેમાં હિંગ,આખા મરચાં નાખો. સમારેલી મેથી પણ ભેળવો. જ્યારે મેથીના પાન સૂકાઇ જવા આવે, ત્યારે હળદર ભેળવો. તૈયાર પેસ્ટને મિક્સ દાળના મિશ્રણમાં નાખી મિક્સ કરો. મીઠું પણ ભેળવો. તે પછી લીમડો નાખી થોડી વાર રહેવા દો. તેમાં દહીં ભેળવો. ત્યાર બાદ આંચ પરથી ઉતારી લઇ ઉપર ઘી રેડો. ભાત કે પરોઠા સાથે સર્વ કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો