ફ્રાઇઝ

કુરકુર ફ્રેન્ચ ફ્રાઇઝ :
સામગ્રી :
બટાકા-3 મોટા અને લાંબા આકારવાળા, તળવા માટે-તેલ, કોર્નફ્લોર-1 મોટી વાટકી, ખાંડ-નાની ચમચી, આઇસ ક્યૂબ-12-15, પાણી-2 ગ્લાસ, મીઠું-સ્વાદ મુજબ.


રીત :
સૌપ્રથમ બટાકાની છાલ કાઢી તેને લાંબા ટુકડાઓમાં કાપી લો. એક મોટા વાસણમાં પાણી અને બરફ નાખો. તેમાં બટાકાના ટુકડા કાપીને 10 મિનિટ સુધી રાખો. ત્યારબાદ ટુકડાને કાઢી એકકપડા પર ફેલાવો. જ્યારે પાણી સુકાઈ જાય તો તેને બીજા એકકપડા પર ફેલાવી દો જેથી તેમાં પાણી ન રહે. એક વાસણમાં બટાકાના ટુકડાઓ પર કોર્નફ્લોર અને ચપટી મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો. ધ્યાર રાખો કે બટાકામાં કોર્નફ્લોર સારી રીતે ચોંટી જાય. એક કઢાઇમાં તેલ નાખી તેને મધ્યમ તાપ પર ગરમ કરો. ધ્યાનમાં રાખો કે જ્યારે તેલ સારી રીતે ગરમ થાય પછી  જ બટાકાને ફ્રાય કરો. ફ્રેન્ચ ફ્રાઇઝને બે રીતે ફ્રાય કરી શકાય છે. પ્રથમ પદ્ધતિમાં બટાકાને બે વાર તળવામાં આવે છે. આ માટે 10-12 મિનિટ સુધી બટાકા તળો અને કાઢ લો. પછી આ ટુકડા ફરીથી તેલમાં 4-5 મિનિટ માટે તળો. આમ કરવાથી ફ્રેન્ચ ફ્રાઇઝ વધુ ક્રિસ્પી બનશે. બીજી રીતમાં એક જ સમયે 12-15 મિનિય માટે બટાકાના ટુકડાઓને ફ્રાય કરો. યાદ રાખો કે ગેસ બહુ ફાસ્ટ ન હોય. નહીં તો ફ્રેન્ચ ફ્રાઇઝ બળી જશે. પ્લેટમાં તળેલા બટાકાના ટુકડાઓ ફેલાવો. પછી તેમાં થોડી ખાંડ અને મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. કુરકુરે ફ્રેન્ચ ફ્રાઇઝ તૈયાર છે. તેને ટામેટાના કેચઅપ સાથે ખાઓ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો