મોદક

પંચરત્ન દાળ મોદક
સામગ્રી :
પડ માટે : 
મેંદો - 2 વાડકી, ઘી- તળવા માટે, મોણ માટે ઘી - 2 ચમચા, કેસરી રંગ - ચપટી.
સ્ટફિંગ માટે :
મગ, ચણા, મસૂર, અડદની દાળ - 2-2 ચમચા, ખાંડ- 2 કપ, ઘી - 2 ચમચા, સમરાેલો સૂકો મેવો - 1 કપ, એલચીનો પાઉડર - 1 ચમચી


રીત :
મેંદામાં ઘીનું મોણ અને કેસરી રંગ નાખી મિક્સ કરો. પછી પાણીથી કઠણ લોટ બાંધી લો. પાંચેય દાળને પલાળી તે પાણી નિતારી લઈ પેનમાં ઘી ગરમ કરી આ દાળને શેકી લો. સારી રીતે સાંતળ્યા પછી તેમાં થોડું દૂધ ઉમેરો અને ખાંડ નાખી મિક્સ કરો. ખાંડ ઓગળી જાય એટલે તેમાં સૂકો મેવો નાખી અને મિક્ષણને આંચ પરથી ઉતારી ઠંડું થવા દો. હવે મેંદાના લોટમાંથી લૂઆ લો. તેની વચ્ચે સ્ટફિંગ મૂકી પોટલીની જેમ બંધ કરો અને ગરમ ઘીમાં તળી લો.
_____________________________________________________________________

અંજીરી મોદક
સામગ્રી :
પડ માટે :
મેંદો-2 વાટકી, ઘી-તળવા માટે, મોણ માટે ઘી-2 ચમચા.
સ્ટફિંગ માટે :
દૂધમાં પલાળેલાં અંજીર-4-5 નંગ, બારીક સમારેલો સૂકો મેવો-4 ચમચા, ખાંડ-અડધી વાટકી.


રીત :
મેંદામાં મોણ નાખી દૂધ કે પાણીથી લોટ બાંધો. અંજીરને ક્રશ કરી લો. એક પેનમાં થોડું ઘી ગરમ કરી તેમાં અંજીરની પેસ્ટ નાખો. પાણી શોષાઇ જાય એટલે તેમાં ખાંડ અને સૂકો મેવો ભેળવો. ખાંડ ઓગળે એટલે મિશ્રણને આંચ પરથી ઉતારી લઇ ઠંડું થવા દો. લોટમાંથી નાના નાના લૂઆ લઇ પૂરી વણો. તેમાં અંજીરનું મિશ્રણ ભરી મોદકનો આકાર આપો અને ગરમ ઘીમાં ધીમી આંચે તળી લો.

_____________________________________________________________________

સ્ટીમ મોદક
સામગ્રી :
પડ માટે :
ચોખાનો લોટ-2 કપ, મીઠું-ચપટી, તેલ અથવા ઘી-જરૂર મુજબ.
સ્ટફિંગ માટે :
ઓટ્સ-અડધો કપ, સીંગદાણાનો ભૂકો-1 કપ, ગોળ-1 કપ, એલચીનો પાઉડર-પા ચમચી, સૂકો મેવો-ઇચ્છા મુજબ, કોપરાનું છીણ-1 ચમચો.


રીત :
ચોખાના લોટમાં મીઠું ભેળવો. તેમાં થોડું ઘી અને નવશેકું પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો. આને સતત હલાવતા રહી એકદમ ઘટ્ટ થાય એટલે આંચ પરથી ઉતારી લઇ થોડું ઠંડું થવા દો. હથેળીને ઘીવાળી કરી આમાંથી લોટ બાંધો. સ્ટફિંગની તમામ સામગ્રી મિક્સ કરો. તૈયાર લોટમાંથી લૂઆ બનાવો. દરેકમાં સ્ટફિંગ ભરીને મોદકનો આકાર આપો. તૈયાર મોદકને સ્ટીમથી બાફી લો.

_____________________________________________________________________

કોકોનટ મોદક
સામગ્રી :
પડ માટે :
મેંદો-2 વાટકી, ઘી-તળવા માટે, ઘી(મોણ માટે)-2 ચમચા.
સ્ટફિંગ માટે :
નાળિયેરનું છીણ-1 વાટકી, માવાનો ભૂકો-અડધી વાટકી, સમારેલો સૂકો મેવો-2 ચમચા, ખાંડ-દોઢ વાટકી, શેકેલી ખસખસ-અડધી ચમચી, એલચીનો પાઉડર-અડધી ચમચી.
બોળવા માટે :
ખાંડની ચાસણી-1 વાટકી.
સજાવટ માટે :
સૂકો મેવો, ગુલકંદ, ચાંદીનો વરખ


રીત :
મેંદામાં ઘીનું મોણ નાખી પાણીથી કઠણ લોટ બાંધો. એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં નાળિયેરનું છીણ નાખીને સાંતળો. હવે ખાંડ ભેળવી મિશ્રણને ઘટ્ટ થાય એટલે માવો નાખીને સારી રીતે મિક્સ કરો. થોડી વાર શેકીને આંચ પરથી ઉતારી લઇ ઠંડું થવા દો. મેંદાની નાની નાની પૂરી વણો. તેમાં સ્ટફિંગ ભરી મોદગકનો આકાર આપી તળી લો. આ રીતે બધા મોદક તૈયાર કરી ચાસણીમાં નાખી થોડી વાર પછી કાઢી લો. તૈયાર મોદકને મેવા અને ગુલકંદથી સજાવો.

_____________________________________________________________________

રવા-માવા મોદક
સામગ્રી :
પડ માટે :
મેંદો-2 વાટકી, ઘી-તળવા માટે, મોણ માટે ઘી-2 ચમચા.
સ્ટફિંગ માટે :
શેકેલો રવો-2 ચમચા, શેકેલો માવો-અડધી વાટકી, કોપરાનું છીણ-4 ચમચા, બારીક સમારેલો સૂકો મેવો-અડધી વાટકી, એલચીનો પાઉડર-પા ચમચી, બૂરું ખાંડ-1 વાટકી.


રીત :
મેંદામાં ઘીનું મોણ ભેળવીને પાણીથી કઠણ લોટ બાંધો. શેકેલા રવામાં માવો, ખાંડ, એલચીનો પાઉડર, કોપરાનું છીણ મિક્સ કરો. હવે લોટમાંથી નાના નાના લૂઆ લઇ પૂરી વણો. તેમાં સ્ટફિંગ મૂકી મોદકનો આકાર આપો. પછી બધા મોદકને ગરમ ઘીમાં ધીણી આંચે તળી લો.

_____________________________________________________________________

પેઠા મોદક
સામગ્રી :
પડ માટે :
મેંદો-2 વાટકી, ઘી-તળવા માટે, મોણ માટે ઘી-2 ચમચા.
સ્ટફિંગ માટે :
કેસરિયા પેઠા-250 ગ્રામ, કોપરાનું છીણ-150 ગ્રામ, બારીક સમારેલો સૂકો મેવો-જરૂર પૂરતો.
પલાળવા માટે :
ખાંડની ચાસણી-1 વાટકી.


રીત :
મેંદામાં મોણ નાખી મિક્સ કરો. પછી દૂધથી પઠણ લોટ બાંધો. પેઠાને છીણી લો. તેમાં કોપરાનું છીણ અને સૂકો મેવો નાખી મિશ્રણ તૈયાર કરો. મેંદામાંથી નાના લૂઆ લઇ વણો. દરેકમાં તૈયાર મિશ્રણ ભરી પોટલી વાળી લો. કડાઇમાં ઘી ગરમ કરીને મોદકને ધીમી આંચે તળો. આને ટિશ્યૂ પેપર પર કાઢો જેથી વધારાનું ઘી શોષાઇ જાય. પછી તેને ચાસણીમાં નાથી થોડી વાર રાખી કાઢી લો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો