ચટણી

લસણ-ટમેટાંની ચટણી :
સામગ્રી:
ટમેટાં-3 નંગ, લસણની પેસ્ટ-2 ચમચા, બારીક સમારેલાં લીલાં મરચાં-3 નંગ, તેલ-1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ, મરચું-જરૂર મુજબ


રીત :
ટમેટાંને બાફીને ક્રશ કરી તેને ગાળી લો. તેલ ગરમ કરો. તેમાં લસણની પેસ્ટને આછા બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો. પછી લીલાં મરચાં, મીઠું અને મરચું નાખો. ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો.

_____________________________________________________________________

નાળિયેરની ચટણી :
સામગ્રી :
તાજું નાળિયેર-1 નંગ, શેકેલા ચણા-2 ચમચા, આદું-નાનો ટુકડો, રાઇ-અડધી ચમચી, લીમડો-8-10 પાન, તેલ-1 ચમચી, દહીં-3 ચમચા, મીઠું-સ્વાદ મુજબ.



રીત :
નાળિયેરની કાચલીને છીણી લો અને સફેદ ભાગને બારીક સમારો. મિક્સરમાં નાળિયેરના ટુકડા, શેકેલા ચણા, આદું, મીઠું અને દહીં મિક્સ કરી એકરસ કરી તેની પેસ્ટ બનાવો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો. રાઇ તડતડે એટલે તેમાં લીમડો અને આખા લાલ મરચાં નાખો. આ વઘારને ચટણી પર રેડો. નાળિયેરની આ ટેસ્ટી ચટણીને ઇડલી, ઢોસા, ઉત્તપમ સાથે સર્વ કરો.
નોંધ : નાળિયેરની ચટણીમાં બે ચમચી શેકેલ ચણાનો અધકચરો ભૂકો કરીને નાખવાથી ચટણી ઘટ્ટ બનશે. આખા લાલ મરચાંથી તેનો રંગ લાલ બનશે અને ચટણીનો સ્વાદ પણ વધશે.

_____________________________________________________________________

ખજૂરની ચટણી :
સામગ્રી :
ખજૂર-100 ગ્રામ, મરચું-અડધી ચમચી, શેકેલા જીરાનો પાઉડર-અડધી ચમચી, સિંધાલૂણ-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ.





રીત :
સૌ પ્રથમ ખજૂરને વચ્ચેથી ચીરો મૂકી તેમાંથી ઠળિયો કાઢી લો. તે પછી ખજૂરને સારીરીતે ધોઇ તેમાં એક કપ પાણી રેડો. બે કલાક સુધી પલાળી રાખો. તે પછી તેને પાંચ મિનિટ માટે ગરમ કરો. ત્યાર બાદ બ્લેન્ડરમાં એકરસ કરી લો. હવે આમાં મરચું, જીરાનો પાઉડર, મીઠું અને સિંધાલૂણ નાખી સારી રીતે મિક્સ કરો. ખજૂરની ચટણ તૈયાર છે. આને રોટલી કે નાન સાથે સર્વ કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો