અન્ય

પોટેટો સ્માઇલી :
સામગ્રી :
બટાકા બાફેલા અને છીણેલા-5 નંગ, પૌંઆનો ભૂકો-1 કપ, કોર્નફ્લોર-અડધો કપ, પલાળેલી પ્રેડ-4 સ્લાઇસ, મરીનો પાઉડર-1 ચમચો, મીઠું-સ્વાદ મુજબ, તેલ-તળવા માટે.


રીત :
સૌ પ્રથમ એક બાઉલમાં છીણેલા બટાકા લો અને તેમાં કોર્નફ્લોર, મીઠું, કાળા મરી પાઉડર, પૌંઆનો ચૂરો નાખીને સારીરીતે મિક્સ કરી લો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરતાં તેની લોટની જેમ કણક બાંધો. હવે હાથમાં તેલ લગાવીને બટાકાનો લૂઓ બનાવી હાથમાં લો અને તેને થોડો દબાવીને ગોળ આકાર આપો. તેના પર સ્ટ્રોથી કાણું પાડીને બે આંખો બનાવી લો અને ચમચીના ઉપરના ભાગથી સ્માઇલી એટલે કે હોઠ બનાવી લો. મીડિયમ તાપ પર તેલ ગરમ કરો. તેલ ગરમ થતાં જ સ્માઇલી નાખીને તે ગોલ્ડન થાય ત્યાં સુધી બંને બાજુથી તળી લો. એક વારમાં કડાઇમાં વધુ સ્માઇલી ન નાખશો, નહીં તો તે ક્રિસ્પી નહીં બને. એક-એક કરીને બધી સ્માઇલીને પ્લેટમાં મૂકતા જાવ. તૈયાર છે સ્માઇલી પોટેટો. આને કેચઅપ સાથે સર્વ કરી શકાય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો